Back to blog ઈતિહાસ

ઈતિહાસ એટલે શું? – સંપૂર્ણ માહિતી

admin
March 30, 2026
No comments

ઇતિહાસ

ઇતિહાસનો ‘ ઇતિહાસ ‘ જાણવા માંગતા લોકો માટેનો આ લેખ છે. ઇતિહાસને સમજવા માટે ‘ઇતિહાસ’ શબ્દને સમજવો આવશ્યક છે. તો શરૂઆત “શરૂઆત” થી કરીએ.

ઇતિહાસ શબ્દનો ‘ઇતિહાસ’

   આજે શિક્ષણમાં ‘ઈતિહાસ’ વિષયની વાત કરીએ તો પ્રાથમિક શાળા, હાઇસ્કૂલો, કોલેજો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસ કે ટ્યુશનમાં ‘ઇતિહાસ’ સમજવા માટે પુસ્તકો લખાય છે. અલગ અલગ પ્રકાશન એમના પુસ્તકોમાં ઇતિહાસ વિશે અલગ અલગ વ્યાખ્યા અને માહિતી પ્રકાશિત કરે છે જેના આધરે બાળકથી લઇ યુવાનો – વિદ્વાનો ‘ઈતિહાસ’ની એક સમજણ સાથે પરિપક્વ થતા હોય છે તો સામી બાજુ એક એવી દુનિયા પણ છે જેને પ્રાચીન ગ્રંથ, સંશોધન, ટેકનોલોજી અને આધુનિક અન્વેષણ કૈક જુદી દુનિયાનો પરિચય પણ કરાવે છે. આથી અહીં બે પક્ષની રચના થાય છે ! હવે સીધી વાત છે કે બને સાચા હોવા અસંભવ છે ! તર્ક અને સંદર્ભ સ્ત્રોતનાં ખભા પર બેસી જે પક્ષ સત્યને રજુ કરે તે જ ખરું બાકી ….!!! હી….હી….હી….!

ઉતાવળમાં છો ? તો આ infographic જોઈ લો ….

……….….સમય છે તો વિગતે અહીંથી વાંચો

અમે અહીં બને પક્ષ રજુ  કરવા પ્રયાસ કરી રહ્યા છીએ ! ખરું ખોટું તમે નક્કી કરો !  ઇતિહાસ શબ્દનાં ‘ઇતિહાસ’નાં બે પક્ષ – ૦૧ આધુનિક પક્ષ ૦૨ મૂળભૂત પક્ષ !

ઇતિહાસ શબ્દનાં ‘ઇતિહાસ’નો આધુનિક પક્ષ

ઇતિહાસ શબ્દનું મૂળ

આધુનિક કહેવાતી શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ – કોલેજોમાં  ઇતિહાસ શબ્દનું મૂળ ક્યાં ? તો એનો જવાબ ક્કૈક આવો આપવામાં આવે છે કે ઈતિહાસ શબ્દ માટે અંગ્રેજીમાં હિસ્ટ્રી (history) શબ્દ છે જે મૂળભૂત રીતે ગ્રીક શબ્દ στορία-historia  પ્રોટો-ઇન્ડો-યુરોપિયન wid-tor પરથી બનેલો છે.

હવે આ ગ્રીક ભાષાનાં આ στορία – history શબ્દનો અર્થ થાય  “તપાસ, સંશોધન દ્વારા મેળવેલું જ્ઞાન” !!!  ટુંકમાં ઇતિહાસ શબ્દનું મૂળ શોધવા માટે તેઓ અગ્રેજી ભાષાનો આધાર લઇ સંશોધન અને અન્વેષણ શરૂ થાય છે.

ઇતિહાસ એટલે માનવ સમાજના ભૂતકાળના ઘટનાઓ, પરિવર્તનો અને માનવીય જીવનના વિકાસનો વિચારપૂર્વક, સ્રોતો આધારે કરવામાં આવતો અભ્યાસ અને તેના પરથી તૈયાર થતી કથનાત્મક, વૈજ્ઞાનિક સમજૂતિ.​

ઇતિહાસ / History” શબ્દનો અર્થ

 હવે આ અન્વેષણ મુજબ ઈતિહાસ શબ્દનો અર્થ જોઈએ તો Englishનાં  “history” શબ્દનો મૂળ અર્થ થાય “ભૂતકાળની ઘટનાઓનો ક્રમબદ્ધ વર્ણન, ભાર સાથે કારણ–પરિણામ સમજાવવું” સામાન્ય અર્થમાં લિયે તો ઇતિહાસ એટલે “ભૂતકાળનું સચોટ, કારણસભર અભ્યાસ, જે વર્તમાનને સમજવામાં મદદ કરે” એવો વિષય ! પણ યાદ કરો કે ઈતિહાસ માટે ઉપયોગમાં લેવાતા “history” શબ્દનું મૂળ તો ગ્રીક ભાષા છે તો સીધી વાત છે કે ત્યાં શું અર્થ થાય તે જાણી સમજી લિયે તો પૂરી વાત સમજવામાં સરળતા રહે ! તો ગ્રીક ભાષામાં ઇતિહાસ શબ્દનો અર્થ જોઈએ તો – “History” શબ્દ ગ્રીક ἱστορία (historia) પરથી આવ્યો છે જેનો અર્થ થાય “પૂછપરછ દ્વારા જાણવું, તપાસ, નોંધ, વર્ણન” !

Greek historia → Latin historia → Old French estoire / historie → Middle English historie / history આ રીતે શબ્દ વિકસ્યો; જેમાં શરૂઆતના સમયમાં “story, relation of incidents” અર્થમાં પણ વપરાતો.​

હવે અહીં ખાસ વાત નોંધો કે અહીં પણ વાત અટકતી નથી ! history  શબ્દ પણ ગ્રીક પરથી સીધો નથી આવ્યો ! ગ્રીકમાંથી તે Latinમાં historia*, બાદમાં*  Old Frenchમાં estoire / historie  અને ત્યાંથી  Middle Englishમાં  historie પરથી આખરે રચાયો છે ! વચ્ચે ઘણી પ્રોસેસ થઇ છે ! કોઈ બાબત છોડ્યા વિના પૂરી વાત જાણવા માટે – વધું વાંચો બીજું તો શું ?

    હવે આ આ ગ્રીક ἱστορίαનું મૂળ પ્રોટો–ઇન્ડો–યૂરોપિયન ધાતુ weid  સાથે (“જોવું, જાણવું”)  જોડાય છે, જેથી “જાણવા માટે પૂછવું / તપાસ કરવી” એવો ભાવ આવી જાય છે.​ પ્રાચીન ગ્રીકમાં ἱστορίαનો મૂળ અર્થ “તપાસ, સંશોધન, ઈન્ક્વાયરી” અને “તપાસ–આધારિત વર્ણન અથવા જ્ઞાન” એવો હતો, એટલે કે માત્ર કથા નહીં પરંતુ શોધી કાઢેલું જ્ઞાન. ἵστωρ (histōr)નો મૂળ અર્થ “જાણકાર, વિવેકી માણસ, ન્યાયનિર્ણય કરનાર” એવો હતો; તેના પરથી ἱστορία  શબ્દથયો, જેનાં પરથી “enquiry, investigation, knowledge acquired by investigation” અર્થ આવ્યો. ક્લાસિકલ અને હેલેનિસ્ટિક યુગમાં ἱστορίαનો ઉપયોગ “ઘટનાઓની તપાસ, સાક્ષી–સંગ્રહ, અને તેનો ગથ્થું બનાવેલું વર્ણન” માટે થતો, એટલે inquiry + narrative બન્ને અર્થ જોડાયા !  પછી ધીમે–ધીમે આ અર્થ “ લોકો, ઘટનાઓ અને ભૂતકાળ બાબતે એકત્રિત કરેલું તથા ગોઠવેલું જ્ઞાન” કહેવાયો ! અંતમાં તેના આધારે જ આજે ઈતિહાસના અર્થમાં જે  “ભૂતકાળનો વિવેચનાત્મક અભ્યાસ” અર્થ લેવાય છે ! પણ અહીં સુધી અર્થ પહોંચ્યો કઈ રીતે તો તેમાં ગ્રીક લેખકો અને ઈતિહાસકારોએ પોતાની મહેનત અને મથામણ કરેલી – કોણ કોણ હતા ?

મુખ્ય ગ્રીક લેખકો અને historia

  • હેરોડોટસ (Herodotus, 5મી સદી ઇ.સ.પૂ.)
    • Ciceroએ તેમને “father of history” કહ્યું; એની કૃતિનું નામ જ Ἱστορίαι (Historíai – The Histories) છે.​
    • તેના આરંભમાં જ છે કે તેમની કૃતિ “તપાસનાં પરિણામો” (results of enquiry) રજૂ કરે છે, જેથી માનવીય ઘટનાઓ સમય સાથે ભુલાઈ ન જાય અને એમના કાર્યોની કીર્તિ ટકી રહે.​
  • થ્યુસિડાઈડીસ (Thuc
    • એ પોતાની કૃતિને dagens અર્થમાં history તરીકે મુકે છે, પરંતુ historiā શબ્દ ક્યાય વાપર્યો નથી ! એ heuriskein (discover) અને tekmērion (evidence) જેવા શબ્દો ઉપયોગમાં લે છે જેનો અર્થ થાય  “તપાસ અને પુરાવા” ! એક વિચાર તરીકે historiaશબ્દમાં તપાસ આધારિત રાજકીય–સૈન્ય ઘટનાઓનું વિશ્લેષણ હાજર છે ! દેખાસ્ય ભલે નહીં !​
  • થ્યુસિડાઈડીસ (Thucydides)
    • Ciceroએ તેમને “father of history” કહ્યું; એની કૃતિનું નામ જ Ἱστορίαι (Historíai – The Histories) છે.​
    • તેના આરંભમાં જ છે કે તેમની કૃતિ “તપાસનાં પરિણામો” (results of enquiry) રજૂ કરે છે, જેથી માનવીય ઘટનાઓ સમય સાથે ભુલાઈ ન જાય અને એમના કાર્યોની કીર્તિ ટકી રહે.​
  • આ સિવાય પાછળના ગ્રીક ઇતિહાસકારો (Polybius વગેરે) માટે પણ ἱστορία “રાજકીય–સૈન્ય ઈતિહાસ, રોમન ઉદય, યુદ્ધો વગેરેનો તથ્યાધારિત વર્ણન” માટે નક્કર શબ્દબન્યો.​
  • અથારે, પ્રાચીન ગ્રીક સંદર્ભમાં historia પહેલા “તપાસ–જ્ઞાન” અને પછી “તપાસ પરથી તૈયાર થયેલું ઇતિહાસગ્રંથ” બંને અર્થમાં વપરાયું, અને હેરોડોટસ જેવી કૃતિઓએ આ શબ્દને પશ્ચિમી “history” પરંપરાનો આધાર બનાવી દીધો.
  • હેરોડોટસની **Historiā (Ἱστορίαι / The Histories)**ને “વિશ્લેષણ” તરીકે ઓળખાણ મળવી એટલે એણે ‘historia = inquiry (તપાસ)’નો જે પ્રયોગ કર્યો, તેને પાછળના વિદ્વાનોને ઈતિહાસ–અભ્યાસની પ્રથમ ગોઠવેલી પદ્ધતિ વસ્તુરૂપમાં દેખાઈ.​

“Historiā” નાં ગ્રંથ

  • પુસ્તકના આરંભમાં હેરોડોટસ પોતાનું કામ “Herodotus of Halicarnassus દ્વારા કરવામાં આવેલી પૂછપરછ (results of enquiry)” કહી રજૂ કરે છે; જેનો ઉદ્દેશ માનવીય ઘટનાઓ ભૂંસાઈ ન જાય અને તેમની કીર્તિ તથા યુદ્ધોના કારણો બચેલા રહે !!.
  • અહીં historiēનો અર્થ ફક્ત “કથા” નહીં, પરંતુ “પ્રશ્નો–જવાબો, મુસાફરી, ઇન્ટરવ્યુ, અલગ–અલગ વર્ણનોની તુલના કરીને સત્યની શોધ” એવો થાય છે ! જેને આજે ઠાવકી ભાષામાં inquiry‑based explanation કહેવામ આવે છે !

હેરોડોટસની વિશ્લેષણ પદ્ધતિ

  • જુદી–જુદી જગ્યાએ જઈને લોકોના વર્ણનો સાંભળવા, version–to–version તુલના કરવી, “કેટલું સંભળાયું, કેટલું વિશ્વસનીય લાગે છે” એ પ્રમાણે પસંદગી–નિર્વાચન કરવી; ઘણી જગ્યાએ સ્પષ્ટ લખે છે: “આ સાચું છે કે નહીં ખબર નથી, હું તો જે કહેવાય છે તે લખું છું.”​
  • હેરોડોટસ માટે historiāનો હેતુ માત્ર ઘટનાઓનો ક્રમ નહીં, પરંતુ “શા માટે થયું?” એ પ્રશ્નનો જવાબ શોધવા છે (જેમ કે પર્ષિયન–ગ્રીક યુદ્ધનું કારણ, વિવિધ સંસ્કૃતિઓની રીતો વગેરે), એટલે causal analysis–type ઇતિહાસ.​

હેરોડોટસ બાદના વિદ્વાનો દ્વારા પ્રસ્તુત થયેલ ઇતિહાસનો અર્થ

ગ્રીક હિસ્ટોરીયોગ્રાફી પર કામ કરનાર આધુનિક શાસ્ત્રીઓ કહે છે કે હેરોડોટસે પ્રથમવાર ઇતિહાસને “બુદ્ધિપૂર્વક તપાસ, સ્રોતોની તુલના અને વ્યાખ્યા” તરીકે રજુ કર્યો, જેના કારણે એની Historiāને પશ્ચિમ ઇતિહાસલેખનની શરૂઆત (founding work of history) માનવામાં આવે છે.​ સાથે‑સાથે એની વાર્તન–શૈલી, કથાઓ અને અદ્ભુત પ્રસંગોને સામેલ કરવાની વૃત્તિને કારણે એને “Father of History” સાથે “Father of Lies” પણ કહેવામાં આવે છે, એટલે Historiāને એકસાથે વિશ્લેષણાત્મક અને વાર્તાત્મક – બે રંગમાં આલેખવામાં આવે છે.​ ભારતીય શૈક્ષણિક સંસ્થોમાં બીજો ભાગ કદાચ નેપથ્યમાં રાખવામાં આવ્યો છે ! હેરોડોટસે પોતાની Historiā (The Histories) લખવા માટે લખિત દસ્તાવેજ કરતાં વધારે મૌખિક પરંપરા, નજરે જોયેલ વસ્તુઓ અને ધાર્મિક–રાજકીય રેકોર્ડ જેવા જીવંત સ્રોતો પર આધાર રાખ્યો હતો જેને ક્રમમાં ગોઠવીએ તો કૈક આવું મળે –

હેરોડોટસની Historiā (The Histories) નાં આધાર સ્ત્રોત

૦૧ મૌખિક વર્ણન અને લોકકથા

  • જુદા–જુદા શહેર–રાજ્ય, ઇજિપ્ત, લિડિયા, પરસિયા વગેરેમાં મુસાફરી કરીને સ્થાનિક લોકો, પુજારીઓ, રાજકીય વર્ગ અને માર્ગદર્શકો પાસેથી સાંભળેલી કથાઓ–વર્ષાવલી મુખ્ય સ્રોત હતાં.​
  • ઘણી વાર તે “કેટલાક લોકો કહે છે… બીજા કહે છે…” કહીને એક જ ઘટનાના અલગ–અલગ વર્ઝન નોંધ કરેલી છે, એટલે oral tradition એની historiāનો મજબૂત (?) આધાર હતો.​

૦૨ સ્વયં નિરીક્ષણ (autopsy)

  • હેરોડોટસ ઘણી જગ્યાએ સ્પષ્ટ કહે છે કે “આ હું જાતે જોઈ આવ્યું છું” અથવા “મારે પોતાના નિરીક્ષણ મુજબ એમ લાગે છે”, એટલે સ્થળ નિરીક્ષણ, ભૂગોળ, સ્મારકો, મંદિરો, નદીઓ વગેરે એને direct evidence તરીકે કામ કરતાં.​ દેશી તળપદી ભાષામાં કહીએ તો ‘હું કહું તે સાચું’ ! ઉદાહરણ તરીકે ઇજિપ્તના પિરામિડ, નાઇલ, મંદિરો, અને કેટલીક લડાઈના મેદાન – એ બધાનું વર્ણન “જોઈને લખેલું” (autopsy) પ્રકારનું છે, જે એની inquiry પદ્ધતિનો અગત્યનો ભાગ છે.​

૦૩ ધાર્મિક–રાજકીય રેકોર્ડ

  • સ્થાનિક મંદિરો, પવિત્ર સ્થાનોએ રાખવામાં આવતી genealogies (વંશાવળ), અર્પણો પરની શિલાલેખ, રાજાઓની યાદી, અને સંસ્થાકીય સ્મૃતિ (temple archives) જેવી વસ્તુઓથી એને રાજાઓના ક્રમ, સમયગાળા અને કેટલાક કરારો અંગે જાણકારી મળતી.​
  • ગ્રીક શહેર–રાજ્યોની સૂચિ, બંદરો, કર–વેરાની વ્યવસ્થા વગેરે બાબતે પણ એ સ્થાનિક અધિકારીઓ અને મંદિર–સમુદાયમાંથી માહિતી એકઠી કરે છે; લખિત રેકોર્ડ ક્યાંક હોય તો એને સાંભળેલી માહિતી સાથે جوડીને રજૂ કરે છે.​

૦૪ પહેલાના કવિ–લેખકો અને પરંપરા

  • Homēr (હોમર) અને અન્ય કવિઓની મહાકાવ્ય પરંપરા, પૌરાણિક કથાઓ અને earlier logographers (વાર્તાલેખકો)ની રચનાઓ એને ઐતિહાસિક–સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ આપવા માટે સ્રોતરૂપ હતી, ભલે તે તેમને ક્યારેક શંકા સાથે પણ લે.​
  • આ બદલાતા થવા બદલીને મુકાયેલા સ્રોતો દ્વારા  દેવ–માનવ સંબંધ, જૂની કથાઓ અને શહેરોના મૂળ સંબંધિત માહિતી જોડેલી છે, છતાં પોતે ઘણી વાર “આ કથા કેટલી સચોટ છે તે હું ન કહી શકું” કહીને પોતાની જ વાતનો છેદ ઉડાડી સત્ય સાથે ‘distance’ પણ રાખે છે.​

ટૂંકમાં, હેરોડોટસની historiā માટે મુખ્ય સ્રોત oral evidence + સ્વયં નિરીક્ષણ + ધાર્મિક–રાજકીય રેકોર્ડ + સૌપ્રથમ સાહિત્યિક પરંપરા, જેને તે તુલના, પ્રશ્નો અને અંદાજપસંદ વડે ગાળી–છાંટી, પોતાની ઇતિહાસકથા બનાવી દીધી છે. હેરોડોટસની **Historiā (Ἱστορίαι / The Histories)**ને સમજવા માટે ત્રણ બાબતો ગોઠવી શકાય: (historiā શબ્દનો અર્થ), હેરોડોટસની ઇતિહાસ–દૃષ્ટિ, અને એણે ઉપયોગમાં લીધેલા સ્રોતો.​ બસ ઇતિ સિદ્ધમ !

ટૂંકમાં મૂળ આધાર જ ‘શંકા’ સાથેનો છે તો અગલ શું કહેવું ! હવે ઇતિહાસનો આ અર્થ અહીં પૂરો નથી થઇ જતો ! જુદાં જુદા સમયે તેનો અર્થ કૈક અલગ ‘અર્થ’માં પ્રયુક્ત થતો ….તેને પણ જાણી સમજી લિયે !

જુદા–જુદા યુગોમાં ઈતિહાસ શબ્દનું રૂપ તથા અર્થ

અહીં પણ ઈતિહાસ શબ્દના અંતિમ મૂળ ગ્રીક સમયથી શરુઆત કરવામ આવે છે !

પ્રાચીન ગ્રીક યુગ

  • મૂળ ગ્રીક ક્રિયા oida (to know) અને નામરૂપ ἱστορία (historia)નો અર્થ “જાણવા માટે પૂછપરછ, તપાસ, ઈન્ક્વાયરી” એવો હતો.​
  • ἱστορίαનો અર્થ “તપાસ દ્વારા પ્રાપ્ત જ્ઞાન” પણ હતો, એટલે શરૂઆતમાં history શબ્દ “વિજ્ઞાની પૂછપરછ અને શોધ” સાથે વધારે જોડાયેલો હતો, ખાસ “ભૂતકાળની કથા” સાથે નહીં.​

રોમન (લેટિન) યુગ

  • ગ્રીક historia સીધો Latinમાં historia તરીકે લેવામાં આવ્યો; તેમાં અર્થ “ખરી તપાસ પરથી બનેલું વર્ણન, કથા, જ્ઞાનનો રેકોર્ડ” એવો બન્યો.​
  • રોમન લેખકો માટે historia એટલે રાજકીય, સૈન્ય અને જાહેર ઘટનાઓનું લખિત વર્ણન, એટલે “public affairs”નું ક્રોનિકલ–ટાઇપ વર્ણન.​

મધ્યયુગ (Old French / Middle English)

  • Latin historia → Old French estoire / histoireમાં બદલાયો; અહીં અર્થ વધુને વધુ “story, tale, narrative” તરફ ગયો.​
  • Anglo‑Norman અને Middle English સમયમાં histore / hystorie શબ્દ “ધાર્મિક કથાઓ, સંતોની કથાઓ, general stories” માટે પણ વપરાતો, એટલે history = story જેવી semantic નજીકતા હતી.​

આરંભિક આધુનિક યુગ

  • ૧૫-૧૭ મી સદી વચ્ચે English historyનો અર્થ ધીમે–ધીમે “ભૂતકાળની સાચી નોંધ, chronicles of kings, wars, nations” તરફ શિફ્ટ થયો, માત્ર story નહીં.​
  • Renaissance અને Enlightenmentના સમયમાં “critical inquiry” અને “evidence‑based narrative” ઉપર ભાર આવતા historyને “શાસ્ત્રીય / વિજ્ઞાનસરખો અભ્યાસ” તરીકે માન આપવામાં આવ્યું.​

આધુનિક યુગ (19મી–21મી સદી)

  • ૧૯ મી સદીમાં Leopold von Ranke પછી historyને “things as they actually happened” તરીકે, સ્રોત–આધારિત કડક શોધ તરીકે વ્યાખ્યાયિત કરાયું; એટલે history = scientific study of past human events.​
  • ૨૦ મી–૨૧ મી સદીમાં અર્થ વધુ વિસ્તર્યો:
    • માત્ર રાજા–યુદ્ધ નહીં, પણ સમાજ, અર્થતંત્ર, સંસ્કૃતિ, લિંગ, વર્ગ, કોલોનીયલિશમ વગેરેના અભ્યાસને પણ historyમાં સામેલ કરવામાં આવ્યા.​
    • હવે “history” શબ્દનો સામાન્ય અર્થ: “ભૂતકાળની માનવીય ક્રિયાઓ વિશેનું ક્રિટિકલ, પુરાવા આધારિત, સિસ્ટમેટિક અભ્યાસ” એવો છે, જ્યારે સામાન્ય ભાષામાં હજુ પણ “કોઈ પણ લાંબી વાત / story” અર્થમાં પણ colloquial ઉપયોગ થાય છે (e.g. “that’s history now”).​

ટૂંકમાં યુગવાર ઉત્ક્રાંતિ જોઈયેબ તો પ્રાચીન ગ્રીકમાં ઇતિહાસનો અર્થ થતો – inquiry, તપાસ, જાણવું.​ લેટિનમાં તપાસ આધારિત વર્ણન, public affairsનો લેખિત રેકોર્ડ ! મધ્યયુગમાં ઈતિહાસને religious / secular stories, narrative in general કહેવામ આવતો ! આરંભિક આધુનિક યુગમાં ઇતિહાસનો અર્થ રાજકીય–રાષ્ટ્રીય ભૂતકાળનું more factual વર્ણન કરવામ આવતો ! આધુનિક યુગમાં ઈતિહાસ એટલે critical, evidence‑based social science તરીકે “માનવીય ભૂતકાળનો સર્વગ્રાહી અભ્યાસ” !

બસ ઇતિહાસ શબ્દનાંઇતિહાસનો આધુનિક પક્ષ પાસે આનાથી વિશેષ પ્રાચીન આધારભૂત સ્ત્રોત છે જ નહીં !

હવે ઇતિહાસ શબ્દનાં ‘ઇતિહાસ’નો આધુનિક પક્ષનાં અંતિમ ચરણ જેવા મહન ઈતિહાસકારોના મતે ઈતિહાસ શબ્દની વ્યાખ્યા, સમજુતી અને અર્થ જાણી આ પક્ષની પુર્ણાહુતી કરીએ !

ઈતિહાસ શબ્દની મહાન ઇતિહાસકારો દ્વારા અપાયેલી  વ્યાખ્યાઓ

  • E.H. Carr: “ઇતિહાસકાર અને તથ્યો વચ્ચેનો સતત સંવાદ”.
  • R.G. Collingwood: “માનવ ક્રિયાઓનું વિજ્ઞાન”.
  • Leopold von Ranke: “ઘટનાઓ જેમ થઈ તેમ જ”.
  • Marc Bloch: “સમયમાં માણસોનું વિજ્ઞાન”.
  • Karl Marx: વર્ગસંઘર્ષોનું ઇતિહાસ.

ઇતિહાસનું ક્ષેત્ર (Scope)

  • સમયક્ષેત્ર: માનવજાતની શરૂઆતથી આજ સુધી;
  • પ્રિહિસ્ટરીથી લઈને અતિ આધુનિક સમયની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ઘટનાઓ
  • વિષયક્ષેત્ર:
    • રાજકીય ઇતિહાસ (રાજા, રાજ્ય, યુદ્ધ, કાયદા, રાજનીતિ)​
    • સામાજિક ઇતિહાસ (વર્ગ, જાતિ, પ્રથાઓ, દૈનિક જીવન)​
    • આર્થિક ઇતિહાસ (વ્યવસાય, ઉદ્યોગ, બજાર, વર્ગસંઘર્ષ)​
    • સાંસ્કૃતિક–ધાર્મિક, શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, કલા, સાહિત્ય, વગેરે—એક પ્રકારનું “all‑embracing” વિષય.​

હેરોડોટસ : આધુનિક ઇતિહાસ(?)ના પિતા અને તેમની ક્રાંતિ (?)

હવે 5મી સદી ઇ.સ.પૂ.ના મુસાફર હેરોડોટસે Historiā લખી ત્યાંથી આધુની ઈતિહાસ શબ્દના અર્થનો જન્મ થાય છે ! જેને  ગ્રીક–પર્શિયન યુદ્ધોનું મહાકાવ્ય કહેવામાં છે. તેની શરૂઆતમાં જ તેઓ કહે છે: “આ માનવ કાર્યોની યાદ બચાવવા માટે” છે . તેમની પદ્ધતિ જાદુઈ છે : “એક કહે છે આ, બીજું કહે છે તે – હું તુલના કરું છું” !!! બીજાની અનિશ્ચિત વાતોના આધારે લખાયેલો આ ઈતિહાસ વાસ્તવમાં ‘ઈતિહાસ’ કહેવાય કે કેમ ? જવાબ સામે જ છે ! તેમની પેલી ‘જાદુઈ’ પદ્ધતિથી કારણો શોધવા, અદ્ભુત કથાઓ સાથે સત્યની શોધ – થઇ ……આથી તેઓ “Father of History” અને “Father of Lies” બંનેનો ખિતાબ મેળવે છે !

છતાં અહીં હેરોડોટસે “ઇતિહાસ” શબ્દની યાત્રામાં પ્રથમ પગલાં ભર્યા કહેવાય છે ! સામાન્ય તપાસથી વૈજ્ઞાનિક અભ્યાસ સુધી પહોંચી, ભૂતકાળને તપાસી લેશો, તો વર્તમાન સમજાશે સુધી વાત પહોંચી છે ! આજે તે નીતિ, ઓળખ અને ભવિષ્ય માટેનો આયનો છે. ઈતિહાસ શબ્દના અર્થની યાત્રા ક્યાંથી શરૂ થાય ? તો આધુનિક પક્ષ મુજબ તો  હેરોડોટસની Historiā થી !!!

ઇતિહાસ શબ્દનાં ‘ઇતિહાસ’નો મૂળભૂત પક્ષ

ઇતિહાસ શબ્દનાં ‘ઇતિહાસ’નો આધુનિક પક્ષની ચર્ચા બાદ હવે ‘ઈતિહાસ’શબ્દના મૂળ વિષે જે મૂળભૂત પક્ષ છે તેની માહિતી મેળવીએ !

ઈતિહાસ શબ્દના અર્થ અને મૂળ વિષે આધુનિક પક્ષ જ્યાં પૂરો થાય છે ત્યાંથી ‘મૂળભૂત’પક્ષની શરૂઆત છે ! કેમકે વાસ્તવમાં ઈતિહાસ શબ્દના અર્થનું મૂળ કોની પાસે હોય તો જેન્ય ઈતિહાસ શબ્દની સૌથી વધું પ્રાચીન સંદર્ભ સ્ત્રોત હોય તેની પાસે હોય ! તો તમે જયારે પ્રશ્ન પૂછો કે ઈતિહાસ શબ્દનો સૌપ્રથ ઉલ્લેખ ક્યાં ? તો આધુનિક પક્ષ તેનો જવાબ આપે છે અથર્વવેદમાં !! હા ! ૧૦૦% પ્રતિપાદિત વચન છે કે દુનિયામાં સૌપ્રથમવાર ઈતિહાસ શબ્દ જ્યાં ઉદ્ભવ્યો અથવા જ્યાં તેનો સૌપ્રથમ ઉલ્લેખ થયો તો તે અથર્વવેદ ચછે ! પૂરું ! તો પછી ઈતિહાસને અંગ્રેજીના HISTOYશબ્દ સાથે જોડી તે શબ્દનું મૂળ ગ્રીક શબ્દોમાંથી વાયા વાયા લાવવાનો હેતુ શું ? કદાચ ઈતિહાસ શબુ મૂળ ગ્રીક ભાષામાં છે એવું પ્રચલિત કરવા અથવા ગ્રીકને શ્રેષ્ઠ સિદ્ધ કરવા અથવા સંસ્કૃતમાં રહેલા ઈતિહાસ શબ્દના મૂળભૂત મૂળ સંદર્ભને છુપાવવા ! આગળના લેખ વાંચી તમે વધું સરળતાથી નિર્ણય લઇ શકશો એની ખાતરી સાથે આગળ વધીએ !

તો ઈતિહાસ શબ્દનો મૂળભૂત અર્થ સંસ્કૃત ભાષામાં લખાયેલા અથર્વવેદ પાસે છે કેમકે સૌપ્રથમ આરમ્ભ ત્યાં થાય છે ! આથી હવે આ મૂળભૂત પક્ષમાં ઈતિહાસ શબ્દો ‘ઈતિહાસ’ અને અર્થ જાણીએ સમજીએ !

      આપણે જણાયું કે ઇતિહાસનો સૌપ્રથમ ઉલ્લેખ અથર્વવેદમાં મળે છે. હવે અથર્વવેદ પાસે વાત અટકતી નથી ત્યાંથી તો માત્ર શરૂ થાય છે.

હવે જરા સીટ બેલ્ટ બાંધી તૈયાર થઇ જશો ! કેમકે આ યાત્રા હવે ઝડપી બનવાની છે ! તો સૌપ્રથમ વાત એ કે પ્રાચીન સમયમાં સંસ્કૃત ભાષાના દેવ સ્થાન ભારતમાં ઇતિહાસ ‘વિદ્યા’ તરીકે પ્રચલનમાં હતું અને તેનો ૨૧ પ્રકારે અધ્યયન કરવામાં આવતું. આ ૨૧ પ્રકાર એટલે એ નામથી ‘ઇતિહાસ’ વિદ્યમાન હતો. ક્યા ક્યા તો આ રહ્યું આખું લિસ્ટ … પ્રાચીન ભારતમાં ઇતિહાસને ઇતિહાસ , એતિહ્ય, પૂરાકલ્પ, પરક્રિયા અથવા પરકૃતી, ઈતિવૃત અથવા પુરાવૃત , અવદાન, આખ્યાન , આખ્યાયિકા, ઉપાખ્યાન, ચરિત , અનુચરિત , કથા , અનુવંશ શ્લોક , ગાથા , નારાશંસી, રાજ શાસન , પુરાણ , કાલવિદ અને ગોત્ર પ્રવરકાર નાં નામથી ઉલ્લેખિત કરવામાં આવતા હતા.  !

ઇતિહાસનો અર્થ

ઇતિહાસનું મૂળ ભારતીય સંસ્કૃત ભાષામાં છે તો આ જ સંસ્કૃત ભાષામાં સંસ્કૃત શબ્દની રચના કઈ રીતે થઇ તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે ! માત્ર ‘ઈતિહાસ’ શબ્દનો નહીં તેના જે ૨૧ અન્ય શબ્દો-અર્થ છે તેના પણ સ્પષ્ટ ઉલ્લેખ છે !

ઈતિહાસ શબ્દની વાત કરીએ તો આ ‘ઈતિહાસ’ શબ્દ અન્ય ત્રણ શબ્દ મળીને બનેલો સામન્ય શબ્દ લાગે પણ જ્યારે તમે એને સાચાં અર્થમાં સમજી લો ત્યારે તમને તે અલગ દુનિયામાં વિહાર કરાવતો હોય એવું લાગે ! કેમકે ઇતિહાસમાં છે ઇતિ+હ+અસ્ ! હવે આ દરેક શબ્દને પણ જોઈએ તો  ઇતિ એટલે આ , હ એટલે જ અને અસ એટલે હતું ! ટુંકમાં આ આમ જ હતું એવું જેના વિશે કહી શકાય એ ઇતિહાસ ! વિજ્ઞાન જેવી વાત છે. અર્થાત્ ઇતિહાસ બદલાઈ નાં શકે ! સીધી બાત નો બકવાસ ! ભૂતકાળનું સત્ય વચન એટલે જે ઈતિહાસ ! વાત પૂરી !!

આધુનિક પક્ષમાં આપને જોયું કે ગ્રીક યુગમાં, મધ્ય યુગમાં, આધુનિક યુગ મુજબ ઇતિહાસની વ્યાખ્યા ને અર્થ બદલાઈ જતા ! પણ મૂળભૂત પક્ષ જેને હવે ભારતીય પક્ષ કહી શકીએ તે મુજબ તો ઇતિહાસ એટલે ભૂતકાળનું સત્ય વચન અથવા ઘટના ! અર્થાત્ ઇતિહાસ બદલાઈ નાં શકે !! પણ આજે ઇતિહાસની એવી હાલત થઈ ગઈ છે કે દર સો બસો વર્ષે ઇતિહાસ બદલાઈ જાય છે ! હવે જો કે બદલાઈ જતું હોય તે ઇતિહાસ કેવી રીતે હોઈ શકે ? કેમકે આ આમ જ હતું એ સાબિત થાય તો જ તે ઇતિહાસ કહેવાય બાકી તો તે ટાઢા પહોરની ગપ જ કહેવાય ! સમય બદલાતા બદલાઈ જાય તે ઇતિહાસ નાં હોઈ શકે ! ને ભારતીય પક્ષની વાત કરીએ તો ઇતિહાસની સ્થિતિ શું હતી એ જાણવું હોય તો જાણી લો કે ભારતમાં ઇતિહાસનું સચોટ જ્ઞાન પ્રાચીન અને અતિ પ્રાચીન સમયથી જ ભારતમાં વિદ્યમાન છે.  ભારતમાં ઈતિહાસ ૨૧ પ્રકારે ઉલ્લેખિત કરાયો છે જેને દરેકને જાણવા સમજવા પ્રયાસ કરીએ !

૦૧ ઇતિહાસ

અથર્વવેદ બાદ ભારતનાં પ્રસિદ્ધ મહાન ઋષિ યાજ્ઞવલ્ક્ય પ્રોક્ત વાજસનેય બ્રાહ્મણના સમયમાં દેવાસુર સંગ્રામનો આખો ઇતિહાસ વિદ્યમાન છે. ત્યાંથી આગળ જઈએ તો મહાભારત યુદ્ધના ૨૦૦ વર્ષ બાદ થઈ ગયેલાં આચાર્ય શૌનક લખી ગયા છે કે इतिहासः पुरावृतम ऋषिभि: परिकीर्त्यते । ४ । ४६ ।। એટલે કે ઇતિહાસ કે પૂરાવૃત ઋષિઓ દ્વારા કીર્તિત એટલે કે પુરાવૃત ( ઇતિહાસ )નો મહિમા ગવાયેલો છે. વધું વાંચો …..

૦૨ એતિહ્ય

શબ્દ બોલવામાં થોડી વાર જીભને કષ્ટ પડ્યું હોય ને છતાં વાંચી શક્યા હોવ તો સારી વાત છે. કેમકે આ શબ્દ પણ નવીન નથી. પ્રાચીન છે. એતિહ્ય શબ્દનો અર્થ ઇતિહાસ સાથે મળતો આવે છે.

શબ્દ કઈ રીતે બન્યો એ જાણવું હોય તો તેનો જવાબ પાણિનીના વ્યાકરણશાસ્ત્રમાં છે જે મુજબ આ શબ્દ અવિભાજ્ય છે અને ષ્યજ્ પ્રત્યય સાથે જોડાઈ આ એતિહ્ય શબ્દ બને છે.  पारम्पर्योपदेशः स्याद् ऐतिह्यम्, इतिह अव्ययम्।  અમરકોશ કોષ નામનો પ્રાચીન ગ્રંથ પણ ઇતિહ અવ્યય માને છે. વધું વાંચો ….

૦૩ પુરાકલ્પ

પુરાકલ્પના કલ્પ શબ્દ વિશે થોડું ઘણું ક્યારેક સાંભળ્યું હશે પણ આ પુરાકલ્પ શબ્દ એવો છે કે આજે ઘણા ભારતીયો હશે જેમણે પોતાના આખા જીવનમાં ક્યારેય સાંભળ્યો પણ નથી. ભારતીય ઈતિહાસમાં આ પ્રાચીન શબ્દનો ત્રણ અર્થમાં ઉપયોગ થયો છે. અર્થવાદ, પુરાણ કાલ અથવા ભૂતકાળની ઘટના અને ભૂતકાળની ઐતિહાસિક ઘટનાઓ પરના ગ્રંથ માટે ! વધું વાંચો ….

૦૪ પરક્રિયા = પરકૃતિ

આપણે રાજશેખરના ઉલ્લેખ વિશે ઇતિહાસ વિભાગમાં જોયું. તેમાં ઇતિહાસના પર્યાયવાચી તરીકે પરક્રિયા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. પરકૃતિ શબ્દ તેની વિવિધતા છે. વાયુપુરાણમાં પરકૃતિ વિશે લખ્યું છે-

 अन्यस्यान्यस्य चोक्तत्वाद् बुधाः पस्कृतिः स्मृता । ૫૬ । ૧૩૬।।

૦૫ ઇતિવૃત અથવા પુરાવૃત

પુરાવૃત , પુરાકલ્પ, પરકૃતિ અને પરક્રિયા બાદ હવે ઇતિવૃત શબ્દ વાંચી એવું લાગતું હોય કે આ પર પર શબ્દોએ તો લોહી પીધું તો જાણી લો કે તેનો અતિ પ્રાચીન ઇતિહાસ છે. અને ઈતિહાસને ભરતમુનિ નાટ્યનું શરીર કહે છે- इतिवृत्तं हि नाट्यस्य शरीरं । १६ । १ ।।  હવે આ નાટ્ય શાસ્ત્ર આજકાલની વાત નથી. આ ગ્રંથ અતિ પ્રાચીન છે. નાટ્ય શાસ્ત્રના ઉપરોક્ત કથનનો આધાર લઈ ઇતિવૃત શબ્દ પર ટિપ્પણી કરતાં સાગરાનંદી તેમના નાટક લક્ષણ રત્નકોશ નામનાં ગ્રંથમાં લખે છે- इतिवृत्तम् आख्यानम् । એવું લાગે છે કદાચ ઇતિવૃત આખ્યાન  કરતાં નાનું વિવરણ હશે.

પુરાવૃત્ત અથવા પૂર્વવૃત

હવે આ પુરાવૃત્તા કથા, રામાયણ, પશ્ચિમોત્તર પાઠ, બાલકાંડ ૩૬/૧૨ અને ૪૭ પર અને પુરાવૃત બાલકાંડમાં ૪૭/૬ માં લખાયેલ છે. कथाभिः पूर्ववृत्ताभिर्लोकवेदानुगामिभिः । इतिवृत्तैश्व बहुभिः पुराणप्रभदैर्गुणैः ।।

હરિવંશ ૧/૫૩ પરના આ શ્લોકમાં ઈતિવૃત્ત નામના ઈતિહાસના ભાગનો સુંદર ઉલ્લેખ છે. જોકે પુરાવૃત ગ્રંથો અસ્તિત્વમાં હોવાની પણ શક્યતા છે, પરંતુ નિશ્ચિતપણે હજી કહી શકાય એમ નથી.  સંવત ૬૫૦ પહેલા થઈ ગયેલા ભામહ નામનાં વિદ્વાન મુજબ દેવદિ ચરિત નામનો લેખ છે જેમાં – वृत्तं देवादिचरितशंसि चोत्पाद्यवस्तु च। कलाशास्त्राश्रयच्चेति चतुर्था भिद्यते पुनः ।। ૧ । ૧૭ ।।

પુરાવિદ

હવે આ પુરાવૃત્તના જે જાણકારો હતા તેમને પુરાવિદ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ પ્રાચીન ગોપથ બ્રાહ્મણમાં છે.વાયુપુરાણમાં પણ તેનો ઉલ્લેખ આવે છે – अत्रानुवंश-श्लोकोऽयं गीतो विप्रैः पुराविदेः ૬૬ ૨૭૮ ।। એટલે કે આ અનુવંશ શ્લોક પુરાવિદ વિદ્વાનો દ્વારા ગાવામાં આવ્યો છે.

યમસ્મૃતિમાં પણ પુરાવદોનો મહિમા છે. નવાઈ લાગશે કે તેમાં પિતૃલોક એટલે કે એક સમયના પર્શિયાના વિદ્વાનો દ્વારા ગાવામાં આવેલી કથાઓ પણ છે.

गावाश्व पितृभिर्गीताः कीर्तयन्ति पुराविदः ।  अपि नः स कुले भूवाद् यो नो दद्यात् त्रयोदशीम् ।।

મહાકવિ કાલિદાસ પણ પોતાની અમr કૃતિ કુમારસંભવમાં ૫/૨૮ અને ૬/૯ માં પ્રાચીન સમયમાં થયેલ મહાન માનવીઓનો ઉલ્લેખ છે. જેના પરથી સાબિત થાય છે કે કાલિદાસના સમય સુધી તો ઇતિહાસ અને ઈતિહાસના વિદ્વાનો બંને ભારતમાં હતા.

૦૬ અવદાન

સૌપ્રથમ તો આ શબ્દનો અર્થ જાણી લઈએ. તો એના માટે આપણે જોવા પડશે બ્રાહ્મણ ગ્રંથો અને કલ્પસૂત્રો જેમાં, અવદાન શબ્દને અગ્નિમાં બાળી નાખવા યોગ્ય વસ્તુઓના ગૃહસ્થ ભાગના પ્રતીક તરીકે લખવામાં આવ્યો છે – यथा- तस्माद्यत् किञ्चिम्नी जुह्वती तदवदानं नाम । शतपय ૧।૭ ।૨।૬।।

ગોપથ બ્રાહ્મણ બાદ બૌધાયન શ્રોતમાં अयातोऽवदानकल्पः ।  ૨૪/૯ જેવા ઘણા પ્રયોગો છે. જેમાં યજ્ઞ માટે નિમિત્ત પદાર્થોને કાપવા પણ અવદાન કહેવાય છે.

પ્રાચીન કોશોમાં અવદાન વિષે શું કહેવામાં આવ્યું છે તેની વાત કરીએ તો –

શાશ્વત કોશમાં ઉલ્લેખ છે કે अवदानम् इतिवृत्ते ૩૯૬. એટલે કે  અવદાનનો ઈતિહાસ ખૂબ જ પ્રખ્યાત છે.

અજય કોશમાં કહેવામાં આવ્યું છે – अवदानमितिवृत्ते खण्डने रक्षणेऽपि च । अकार वर्ग श्लोक ३६ ।  એટલે કે અવદાન શબ્દનો ઉપયોગ કાપવા અને રક્ષણ કરવાના અર્થમાં થાય છે.

ભાગુરિ નામનાં કોષમાં કહ્યું છે – पराक्रमोऽवदानं स्यात्, इति भागुरि: એટલે કે પરાક્રમ છે.

મહાવયુતપ્તી નામનાં કોશમાં અવદાન ૧૨  વિદ્યાઓમાંની એક વિદ્યા છે.

૦૭ આખ્યાન

રામપિરનું આખ્યાન ના સાંભળ્યું હોય એવો કોઈ ગુજરાતી તમને નહીં મળે. શું આખ્યાન આજકાલનું છે ? ના ભાઈ ના ! તે પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમાવેશ થયેલ છે. કેમકે આ પણ એક શાસ્ત્ર છે ને અતિ પ્રાચીન છે. વેદ બાદ મહત્વનું સ્થાન ધરાવતા બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થયેલા ઐતરેય બ્રાહ્મણમાં તેનો ઉલ્લેખ છે.  મહાભારત યુદ્ધના ૩૦૦ વર્ષ પહેલાંનાં ઐતરેય બ્રાહ્મણમાં ૭/૧૮ માં શૈન: શેપ નામનાં આખ્યાનનો ઉલ્લેખ છે. આ આખ્યાન કોઈ રાજસૂય યજ્ઞમાં સંભળાવવામાં આવ્યું હતું.

શાખયન શ્રોતમમાં પણ ૧૫/૨૭  तदेतच  छौनःक्षेपम् आख्यानं લખેલું છે. આપસ્ત્મ્બધીત માં પણ ૧૮/૧૬  પર  ‘ शौन: शेपम आख्यायते ‘ લખ્યું છે.  –  उत्कृष्टेनैव विधिना आख्यानादौ यथा विधि ।  आसनान्युपक्लृप्तानि काच्वनानी तु पच्च वै । । ५४ ।।

અશ્વમેધના અંતે કથા-પાઠ

રામના અશ્વમેધ યજ્ઞ વિષે તમે સાંભળ્યું જ હશે. પ્રાચીન સમયમાં આ અશ્વમેધના અંતે કથાનું પઠન કરવામાં આવ્યું હતું. આવી જ એક ઘટનાનું વર્ણન વાયુપુરાણના ૬૦મા અધ્યાયમાં કરવામાં આવ્યું છે-

उत्कृष्टनैव विधिना आख्यानादौ यथा विधि । आसनान्युपक्लृप्तानि कांचवनानी तु पञ्च वै।।૫૪।। જેનો અર્થ એવો થાય કે એક અગ્રણી વ્યક્તિના જીવન પર લખાયેલ સ્વલ્પકાર એ ટૂંકા ગાળામાં કહેવામાં આવેલી ઐતિહાસિક વાર્તા છે. એટલા માટે મહાભારતમાં આખ્યાનને ઈતિહાસથી અલગ ગણવામાં આવે છે.  કેટલીકવાર કથા માટે અન્ય શબ્દોનો પણ ઉપયોગ થતો હતો.

સાગરનંદી નામનાં વિદ્વાનના નાટકલક્ષણરત્નકોશમાં અને તેમાં ઉદ્ધૃત ભરત મુનિ કૃત નાટ્ય શાસ્ત્રમાં તો કોઈ પ્રાચીન અને દુર્લભ પાઠમાં આખ્યાન અને ઇતિવૃતમાં કોઈ ભેદ નથી ગણવામાં આવ્યો – आध्यानमितिवृतं स्यादितिहासः स एव च । પૃષ્ઠ નંબર ૬૧ ।।

ગુજરાતના હેમચંદ્રાચાર્યનાં કાવ્યાનુશાસનમાં પણ લખ્યું છે  –  आख्यानकसंज्ञां तल्लभते यद्यभिनयन् पठन गायन्। ग्रन्थिक एकः कथयति गोविन्दवद्’ अवहिते सदसि ।। ૮૮।।  એટલે કે, ગ્રંથીક દ્વારા જેનો અભિનય , પાઠ અને ગાયન કરવામાં આવે તેને આખ્યાન કહેવામાં આવે છે.

કેટલાક પ્રાચીન આખ્યાનનાં નામ જોઈએ તો

મહાભારતના ઉધોગપર્વમાં આવતું ઇન્દ્રવિજય આખ્યાન , આરણ્યક પર્વમાં આવતું યક્ષ યુધષ્ઠિર સંવાદ આખ્યાન , યાસ્ક નાં નીરૂક્ત અને ઉત્તરવર્તી બ્રહદેવતામાં અનેક આખ્યાન આવે છે. આ સિવાય શાકટાયન વ્યાકરણના અવિમારક આખ્યાનના નામ લઈ શકાય. ભોજા ભગતનું રામપીરનું આખ્યાન તો આજે પણ ગુજરાતમાં રમાતું , સંભળાતું અને કહેવાતું રહે છે.

૦૮ આખ્યાયિકા

આખ્યાનની જેમ આખ્યાયિકા શબ્દ પણ પ્રાચીન છે. જેનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં છે.

ભરત મુનિના નાટ્ય શાસ્ત્રમાં આખ્યાયિકાનો  16/99 પર ઉલ્લેખ છે.

તૈતરીય આરણ્યક માં પણ  ૧/૬/૯માં આખ્યાયિકા શબ્દ લખેલો છે.

ચરક ઋષિની ચરક સંહિતાના શરીર સ્થાનમાં ૪/૪૪ અને સૂત્ર સ્થાનમાં ૧૫/૭ પર લખ્યું છે – तथा गीत वादित्र-उल्लापक श्लोकाख्यायिकेतिहासपुराणेषु कुशलम् ।

કાત્યાયનકૃત વર્તિકા નામનાં ગ્રંથમાં  ૪/૨/૬૦ પર આખ્યાયિકાનો ઉલ્લેખ કરે છે.

મહાભાષ્યકર પતંજલિ મુનિના મહાભાષ્યમાં ૪/૨/૬૦ અને ૪/૩/૮૭ પર ત્રણ દંતકથાઓના નામ લખાયેલા છે – વાસવદત્તા , સુમનોત્તરા અને ભૈમરથી.

બાણભટ્ટ પણ પોતાની અમર રચના કાદમ્બરી કથા ગ્રંથમાં લખે છે – कदाचित् आख्यान- आख्यायिका इतिहास पुराण आकर्णनेन…..।

૦૯ ઉપાખ્યાન

હવે આખ્યાન પ્રાચીન છે તો ઉપાખ્યાં પણ નવું નથી. છેક મહાભારત કાળમાં પણ ઉપાખ્યાન પ્રસિદ્ધ હતા. જેમાં નળોપાખ્યાન, સાવિત્રી ઉપાખ્યાન અને ષોડશરાજોપાખ્યાન વગેરે ખૂબ જ પ્રસિદ્ધ છે.

બ્રહ્મયજ્ઞનાં ઉપાખ્યામાં ઇક્ષ્વાકુ કુળના બૃહદ્રથનું વર્ણન છે. મૈત્રેયી આરણ્યક અને કઠ ઉપનિષદમાં ૧/૩/૧૬ માં વચન છે- नाचिकेतमुपाख्यानं मृत्युप्रोक्तं सनातनम् ।

૧૦ અન્વાખ્યાન

અન્વેષણ સાંભળ્યું છે પણ આ અન્વાખ્યાન નથી સાંભળ્યું તો કઈ નહીં આ શબ્દ પણ અતિ પ્રાચીન છે. વિક્રમ સંવત શરૂ થયું તેના ૩૦૦૦ વર્ષ પહેલાં શતપથ બ્રાહ્મણમાં ૧૧/૧/૬/૯ પર  લખ્યું છે – तथा शतपथ ११।१।६।८- अन्वाख्याने स्वत् उद्यत इतियते त्वत् उद्यते।

૧૧ ચરિત

રામચરિતમાનસ શબ્દમાં ચરિત આવે છે પણ ક્યારેય આપણે ધ્યાન નથી આપ્યું કે આ ચરિત શબ્દ પણ વાસ્તવમાં અતિ પ્રાચીન છે જેનું મૂળ પણ છેક મહાભારત કાળ સુધી જાય છે. અનુશાસન પર્વના ૧૬૧માં શ્લોક લખ્યું છે – महात्मनां च परितं श्रोतव्यं नित्यमेव च । ૧૬૧ ।। જેનો અર્થ એવો થાય કે રાજાએ રોજ ઋષિઓનાં ચરિત સાંભળવા જોઈએ. માર્કંડેયને મહાભારતમાં ચરિતજ્ઞ કહેવામાં આવે છે.

વાસ્તવમાં, ચરિત ગ્રંથો ખૂબ પ્રાચીન સમયથી લખવામાં આવ્યા હતા. આ ઇતિહાસનો એક મહાન ભાગ છે.

૧૨ અનુ ચરિત

અનુચરિતનું વર્ણન પુરાણોમાં જોવા મળે છે.  यथा वंश्यानुचरितं चैव । જોકે હાલ આ વિષયમાં વધુ માહિતી નથી મળી શકી.

૧૩ કથા

નવું ઘર લીધું હોય તો લોકો સત્ય નારાયણની કથા કરે છે ! ઘણાં લોકો તો કથાનો શીરો ખાવાની લાલચમાં જનારા લોકો પણ તેને સાંભળવા જાય છે. આ કથા શબ્દનું મૂળ પણ છેક વાલ્મીકિ રામાયણ સુધી જાય છે જે તેની પ્રાચીનતા સાબિત કરે છે. કેમકે વાલ્મીકિ રામાયણ અત્યંત પ્રાચીન ઐતિહાસિક ગ્રંથ છે. તેમાં કથા શબ્દ છે તો સાબિત થાય છે કે દશરથનાં સમયમાં પણ કથા ગ્રંથો વિદ્યમાન હતાં.

પાણિનીય સૂત્ર કથાદિભષ્ઠ નામનાં ગ્રંથમાં ૪/૪/૧૦૨ પર ગ્રંથોનો સ્પષ્ટ સંકેત છે. તે અનુસાર કથામાં સાધુને કથિક કહેવામાં આવતા હતા.

૧૪ પરિકથા

પરિકથા ! હવે આ શબ્દ વાંચી દેખો આઇ આઇ …દેખો સોનપરી આઇ…વાળી ઊડતી પરીઓની વાત બિલકુલ નથી. આ પરિકથા વાસ્તવમાં પ્રાચીન ભારતમાં ઇતિહાસ સાથે જોડાયેલી છે. ચાલો જાણીએ….

જૈન આચાર્ય હેમચંદ્રાચાર્ય લિખિત કાવ્યાનુશાસનમાં લખ્યું છે કે – एकं धर्मादिपुरुषामुद्दिश्य प्रकारवैचित्र्येण अनंतवृत्तान्तवर्णनप्रधाना शुद्रकावित् परिकथा ।। આટલું જ નહીં હેમચંદ્ર એમ પણ લખે છે કે – पर्यायिण बहूनां यत्र प्रतियोगिनां कथाः कुशलै: । श्रूयन्ते क्षुद्रकवजिगीषुभिः परिकथा सा तु ।।

આચાર્ય હેમચંદ્રની પણ પહેલા થઈ ગયેલા સર્વાનંદ નામનાં વિદ્વાન તેમનાય એક પુરોગામીની પરીકથાની વિશેષતાઓ ટાંકતા  તેમનો ઉલ્લેખ કરે છે કે पर्यायण बहूनां यत्र प्रतियोगिनां कथाकुशलै: । क्रियते शुद्रकवधन् मनीषिभिः परिकया सा तु ।।૧।૬।૬ ।।

જોકે આ શ્લોકમાં  शूद्रकवधवत् પાઠ અશુદ્ધ લાગે છે. સર્વાનંદની મુદ્રિત આવૃત્તિમાં ત્રણ કોશમાં सूवकवजू जिगीषुभिः ઉલ્લેખ છે.હેમચંદ્રાચર્યના લખાણ સાથે ત્રણ કોશના લખાણની સરખામણી કરો તો ખબર પડી જાય કે ભાઈ હેમચંદ્રાચર્યનો ઉલ્લેખ સાચો છે.

૧૫ અનુવંશ શ્લોક

નવાઈ લાગશે કે અનુવંશ વાસ્તવમાં ઈતિહાસ માટે વપરાતો શબ્દ છે ! જો આપણે પ્રાચીનકાળની વાત કરીએ તો, પ્રાચીન પુરાણોની વંશાવળીઓમાં વંશ સંબંધિત શ્લોકો  છે. ઇતિહાસ શોધવા જાવ તો અનુવંશ શ્લોક પણ મહાભારત સુધી જાય છે. ત્રણ શ્લોક જોઈએ

(ક) अपि चात्र महायोगी मार्कण्डेयो महायशाः । अनुवंश्यां जगी गावां नृपस्य परणीपतेः ।। ૮૬।૫।।

(ખ) तत्रानुवंशी रुदस्य तं निबोध युधिष्ठिर ।। ૧૧૫ । ૧૧ । ।

(ગ) अत्रानुवंश पठतः शृणु मे कुरुनन्दन ૧૩।૧૮ll

૧૬ ગાથા

ગાથા શબ્દ વાસ્તવમાં કોઈના વિશે કહેવાતી વાત માટે કહેવાય છે. પરંતુ વાસ્તવમાં તે ઇતિહાસ સાથે સંબંધિત છે. જો તમે આ શબ્દની પ્રાચીનતા શોધવા જાવ તો આ ગાથાઓ પણ ખૂબ પ્રાચીન સમયથી ચાલી આવે છે. જેમ કે પૂર્વજોની ગાથા અત્યાર સુધી પ્રચલિત છે. ગાથાઓ એ સમયની છે જ્યારે  વૈવસ્વત યમ પારસિક અથવા પિતર દેશના રાજા હતા. ઝંદ અવેસ્તામાં પણ આવી ગાથાઓનો ઉલ્લેખ છે.

ઈન્દ્રગીત ગાથા મહાભારતમાં છે. દિવ્ય ઋષિઓની ગાથાઓ પ્રાચીન સમયમાં ગવાતી હતી -यस्य यज्ञे पुरा गीता गाथा दिव्यैमहर्षिभिः । वायु पुराण ૭૩।૪૫।।

અંબરીશ ગીત ગાથા આજે પણ છે.

ઐતરૈય બ્રાહ્મણમાં અનેક ગાથાઓ છે.

मध्यन्दिन शतपय ब्राह्मणમાં પણ અનેક ગાથાઓ છે.

યાદ રાખો કે શ્લોક , ગાથા અને યજ્ઞ ગાથા ત્રણે એક જ છે. ગાથા ગાનારને ગાથિન કહેવામાં આવતા હતાં.

૧૭ નારાશંસી

નારાશંસી ? એ પણ પ્રાચીન ઇતિહાસમાં ? એ પણ ભારતમાં ? ના હોય ! પણ વાસ્તવમાં આજે તો સ્થિતિ એવી છે કે તમે નારાશંસી વિશે વાત કરો તો કદાચ ઝઘડો શરૂ થઈ જાય. કેમકે આ એક શબ્દના કારણે આખો ઇતિહાસ બદલાઈ જાય છે. આ શબ્દ પણ નવો નથી અતિ પ્રચીન છે. છેક માધ્યન્દિન શતપથ બ્રાહ્મણમાં યાજ્ઞવલકયશિષ્ય નું પ્રવચન છે – मध्वाहत्यो ह वाड़एता देवानाम् । यदनुशासनानि  विद्या वाकवाक्यमितिहारपुराणं गाथा नाराशंस्य:, स य एवं विद्वान् गाया नाराशंसीः इत्यहरहः स्वाध्यायमधीते । ૧૧,૧૫,૧૬,૧૮ ।।

આ શ્લોકમાં યોગ અને વ્યાકરણની શાખાઓ, વિદ્યા (વાર્તા-દંડનિતિ આંધિક્ષાકી વગેરે), વાકોવાક્ય, ઇતિહાસ, પુરાણ, ગયા અને નરશાંશિયાના સ્વ-અધ્યયનની તુલના મધુ આહુતિઓ સાથે કરવામાં આવી છે. આ જ સાબિત કરે છે કે આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં ઈતિહાસ, પુરાણો અને ગાથા ગ્રંથોની જેમ જ નારાશાંસીનો ગ્રંથ પણ અસ્તિત્વમાં હતો.

ઐતરેય બ્રાહ્મણ ૨૮/૧૬ પર ઉલ્લેખ આવે છે – अथैतन् मृद्धिच्छन्दः शिथिरं यन् नाराशंसम् । એટલે કે નરમ લય-વિરામ નારાશંસીમાં છે.

નિરુક્તમાં नराशंसो यज्ञ इति कात्थक्यः। नरा अस्मिन्नासीनाः शंसन्ति । ઉલ્લેખ આવે છે.

એટલે કે યાસ્ક પૂર્વેના કથ્થક્ય મુજબ નારાશંસી યજ્ઞ છે, તેમાં બેઠેલા નર જીવો સ્તુતિ કરે છે.બૃહદેવતા ૩/૨૦-માં શૌનક દ્વારા આપવામાં આવેલો અર્થ છે. नरैः प्रशस्य आसीनैः।

શાકપૂર્ણિ આચાર્ય પણ યાસ્ક કરતા પ્રાચીન હતા. તે પ્રચારક હતા. યાસ્ક તેની નિકટમાં પોતાનો નિરુક્તસ્ય અભિપ્રાય આપે છે કે  नः शो भवति ।। ६६ ।।

૧૮ રાજ શાસન

ભારતમાં જ્યારે રાજાઓનું શાસન ચાલતું હતું, ત્યારે રામ જેવા રાજાઓ હતા અને પ્રજા પોતાની ફરજ બજાવતી હતા. રાજાઓનું શાસન ખરેખર તો ઈતિહાસ છે. આ રીતે કાયદાના શાસનમાંથી ઇતિહાસનું જ્ઞાન મળી શકે છે. રાજશાસન શબ્દની પ્રાચીનતા પર નજર કરીએ તો યાજ્ઞવલ્ક્યાદિ સ્મૃતિમાં આ શાસનનો વિગતવાર ઉલ્લેખ જોવા મળે છે. તામ્રશાસન વગેરે પણ દશરથી રામના સમયમાં પ્રકાશિત થયા હતા.

૧૯ પુરાણ

પુરાણ શબ્દનો શાબ્દિક અર્થ જ પ્રાચીન થાય છે. જો આપણે પુરાણ શબ્દની પ્રાચીનતા સમજીએ તો ભારતીય સાહિત્યમાંથી જાણવા મળે છે કે ઈતિહાસની જેમ પુરાણ શાસ્ત્ર પણ અતિ પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે. અથર્વવેદમાં વિદ્યાવાચી પુરાણ શબ્દનો ઉલ્લેખ છે. મહાભારતમાં પૌરાણિક કથાકારોને યાદ કરવામાં આવ્યા છે.જો આપણે અર્થ વિશે વાત કરીએ, તો વાયુપુરાણમાં, પુરાણ શબ્દની નીચેની પસંદગી કરવામાં આવી છે-

यस्मात्पुरा ह्यनन्तीदं पुराणं तेन चोचयते। निरुक्तमस्य यो वेव सर्वपापैः प्रमुष्यते ।।૧। ૨૦૩ | तथा ૧૦૩ । ૫૫ ।।

હેમાદ્રી પરિશેષ ખંડમાં કાલનિર્ણય , અધ્યાય ૬ પૃષ્ઠ નંબર ૨૮૮ પર સ્કંદ પુરાણનો પાઠ આવે છે – पञ्चाशतु पुराणानि सेतिहासानि मानवाः । એટલે કે કોઈ સમયે ભારતમાં 50 પુરાણ હતાં. વેદ વ્યાસના ૧૮ પુરાણ તો પાશેરીમાં પુણી છે….વાસ્તવિક ગ્રંથો તો એટલી વિશાળ સંખ્યામાં હતા કે માત્ર નામ લખવામાં પણ દળદાર ગ્રંથ રચવો પડે એવી સ્થિતિ હતી.

વંશ પુરણની વાત કરીએ તો વાયુ પુરાણ અધ્યાય ૮૮ માં  લખ્યું છે – एवं वंशपुराणज्ञा गायन्तीति परिश्रुतम् । ૧૭૧ ।। એટલે કે ક્યારેક માત્ર વંશ ની માહિતી આપતાં પુરાણો પણ હતા.

ઈતિહાસ એ આત્મા છે અને પુરાણ એનું શરીર છે. ઈતિહાસનો ક્રમ આ પૌરાણિક દેહ વિના યાદ ન રહી શકે. પુરાણ એ ઈતિહાસની યાદી છે. જો આપણી પાસે વાયુ વગેરે પુરાણો ન હોત તો આપણે આ ઈતિહાસ લખી શક્યા ન હોત. ઈતિહાસને સાચવવામાં આટલું મૂલ્યવાન યોગદાન વિશ્વના સાહિત્યમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. પુરાણોમાં બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે સૂક્ષ્મ સમજૂતી આપવામાં આવી છે. આ અર્થઘટન સાથે અથડામણ કરીને બહારથી સુંદર જણાતી વર્તમાનકાળની વિકાસમત જર્જરિત થઈ રહી છે. સંસાર ધીમે ધીમે પુરાણનું મહત્વ સમજશે. આ મહત્વના વિદ્વાનો સ્વતંત્ર ભારતમાં જન્મ લેવો જોઈએ. માર્ગ દ્વારા, સાંપ્રદાયિક પુરાણોને પુરાણો તરીકે બિલકુલ ગણવામાં આવતા નથી.

૨૦ કાલવિદ

વંશાકારોમાં ઘણા વિદ્વાનો પણ કાલક્રમશાસ્ત્રી હતા. પુરાણોમાં તેમનો વારંવાર ઉલ્લેખ છે.

૨૧ ગોત્ર પ્રવરકાર

લગ્ન સમયે જે કુંડળી અને પેઢીઓ જોવાય છે ને એમાં પણ ગોત્ર લખેલું હોય છે. આ નવીન નથી , પ્રાચીન ઇતિહાસ છે. ગોત્ર-પ્રવર કાર વિશ્વની સૌથી મહાન ઐતિહાસિક ધરોહર છે. પ્રાચીન ભારતમાં તેમણે ઋષિ-વંશના અનોખા ઈતિહાસને ખૂબ જ સ્વચ્છ અને સુંદર સ્વરૂપમાં સાચવ્યો છે. તેમના બાકીના લખાણો શ્રૌતસૂત્રો, યત્ર-તત્ર પુરાણોમાં અને પરિશિષ્ટ વગેરેમાં ઉપલબ્ધ છે. આ ગોત્ર-જ્ઞાન વિના ભારતીય ઇતિહાસ લખી શકાય તેમ નથી. ખ્રિસ્તી-યહૂદી પશ્ચિમી લેખકોએ આ ભાગને સ્પર્શ પણ કર્યો નથી. અરે ! આવું કંઇક છે એની માહિતી પણ કદાચ તેમને નથી. બીજા શબ્દોમાં કહીએ તો, આ મહત્વપૂર્ણ ઇતિહાસને છોડીને, તેઓએ ‘ખોટો ઇતિહાસ’ રચ્યો છે. જેનો આજે અભ્યાસક્રમમાં ખૂબ જ રસપ્રદ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. બોલો આટઆટલાં તો ઇતિહાસનાં પ્રકાર હતા ભારતમાં !

સંદર્ભ સ્ત્રોત

Written By

admin

Avataran ગુજરાતી પોર્ટલ છે જ્યાં તમે ઈતિહાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાહિત્ય અને અન્ય વિષયો પર આધારભૂત સંદર્ભ સ્ત્રોત આધારિત લેખ વાંચી શકશો.

Read full bio

Join the Inner Circle

Get exclusive DIY tips, free printables, and weekly inspiration delivered straight to your inbox. No spam, just love.

Your email address Subscribe
Unsubscribe at any time. * Replace this mock form with your preferred form plugin

Leave a Reply